Healthy Recipes : કેપ્સ્પિકમ સ્પાયરલ :
સામાન્ય રીતે બીજા શાકભાજીઓ જેટલી કેપ્સિકમની વાનગીઓ આપણે બનાવતા નથી. બાળકો અને મોટાઓ પણ ઘણી વખત કેપસિકમ ખાવાનું એવોઇડ કરતા હોય છે. તો આજે હું ગ્રીન કેપસિકમના સ્પાયરલ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે નાના બાળકોથી માંડીને વડીલો સુધીના બધા લોકો ચોક્કસથી ભાવશે.
કેપ્સ્પિકમ સ્પાયરલ બનાવવા માટેની સામગ્રી:
2 કપ ચોખાનો જીણો લોટ
1 ક્પ ચણાનો જીણો લોટ
2 સ્પુન અડદનો જીણો લોટ
2 સ્પુન ચોખાના પૌંઆનો પાવડર
2-3 ગ્રીન કેપ્સિકમ – સ્પાયરલ કટ કરેલા- પાતળી લામ્બી સ્ટ્રીંગમાં કાપેલા
સોર બટર મિલ્ક – જરુર મુજબ
¾ટી સ્પુન સોડા બાય કાર્બ
1ટી સ્પુન ઇનો ફ્રુટસોલ્ટ
2 ટી સ્પુન લેમન જ્યુસ
1ટી સ્પુન ક્રશ કરેલ લીલુ કે ફ્રેશ લાલ મરચુ
1ટી સ્પુન કોથમરી બારીક કાપેલી
1ટી સ્પુન આદુ ની પેસ્ટ
પિંચ ગરમ મસાલો
પિંચ હિંગ
1 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલુ લસણ
½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
1ટી સ્પુન ધણાજીરું પાવડર
½ ટી સ્પુન હળદર પાવડર
1 ટી સ્પુન સુગર
સોલ્ટ જરુર મુજબ
ઓઇલ– કૂક કરવા માટે
ગાર્નિશિંગ માટે:
કોથમરી બારીક કાપેલી જરુર મુજબ
2 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલું લસણ
લાલ મરચુ પાવડર – જરુર મુજબ
કેપ્સીકમ સ્પાયરલ માટેનું બેટર બનાવવાની રીત :
એક
મોટા મિક્સિંગ બાઉલમાં 2 કપ ચોખાનો જીણો લોટ,1 ક્પ ચણાનો જીણો લોટ, 2 સ્પુન અડદનો જીણો લોટ અને 2 સ્પુન ચોખાના ગ્ર્રાઇંડ કરેલા ડ્રાય પૌંઆ મિક્સ કરી લો.
હવે તેમાં હુંફાળી સોર બટર મિલ્ક ઉમેરી
લચકા પડતું બેટર બનાવો. 1 ટી સ્પુન ખાંડ અને જરુર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી
લ્યો. અને ઢાંકીને ગરમ જગ્યામાં 5-6 કલાક મૂકી રાખો.
5-6 કલાક પછી તેમાં1 ટી સ્પુન ક્રશ
કરેલ લીલુ કે ફ્રેશ લાલ મરચુ,1 ટી સ્પુન કોથમરી બારીક કાપેલી, 1 ટી સ્પુન આદુની પેસ્ટ, પિંચ ગરમ મસાલો, પિંચ હિંગ,1 ટેબલ સ્પુન બારીક કાપેલુ લીલુ લસણ,½ ટી સ્પુન લાલ
મરચુ પાવડર,1 ટી સ્પુન ધણાજીરું પાવડર અને ½ ટી સ્પુન હળદર
પાવડરઉમેરી મિક્સ કરો.
ખમણ કરતા પણ થીક બેટર રાખો.
*જરુર પડે તો બેટરમાં બટર મિલ્ક ઉમેરો.
*જરુર પડે તો ટાઇટ બેટર કરવા માટે ચોખાનો લોટ ઉમેરો. અથવાતો 5-6 કલાક પછી જ્યારે
બેટરનું બાઉલ ખોલો, ત્યારે તેમાં ઉપર પાણી દેખાય તો તેને બહાર નિતારી લ્યો. જેથી બેટર
થીક રહે. લોટ મિક્સ કરવો નહી પડે.
હવે તેમાં½ ટી સ્પુન સોડા
બાય કાર્બ અને 1 ટી સ્પુન ઇનો ફ્રુટસોલ્ટ અને તેના પર લેમન જ્યુસ ઉમેરી, હલાવી ને બરાબર મિક્સ કરો.
બેટર સરસ ફ્લ્ફી અને આથો આવેલું દેખાશે.
પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે કેપ્સિકમમાંથી સ્પાયરલ કાપી લ્યો.
* જરાક જ પ્રેસ કરો. જેથી નીચે સુધી ના
પહોંચે. નીચેથી બેટર પર જ રહે.
તેના પર લાલ મરચું પાવડર, કોથમરી અને લીલું લસણ સ્પ્રિંકલ કરો. તવેથાથી જરા પ્રેસ કરો. ઉપર
6-7 ડ્રોપ્સ ઓઇલ મૂકો.
હવે બીજુ ઓઇલ મૂકી નીચેની સાઈડ ગોલ્ડન
બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લ્યો.
હવે પલટાવીને બીજી સાઈડ (ઉપરની સાઈડ કે
જેના પર બધું સ્પ્રિંકલ કર્યુ છે જે પલટાવવાથી નીચે બાજુ આવી જાશે) પણ એજ રીતે ઓઇલ
મૂકી ને કૂક કરી લ્યો.
બાકીના બેટરમાંથી આ જ પ્રમાણે બાકીના
કેપ્સિકમ સ્પાયરલ બનાવી લ્યો.
હવે સર્વિંગ પ્લેટમાં મૂકો. સેંટરમાં
સોસનું મોટું ડ્રોપ મૂકી ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
બધાને ખુબજ ભાવશે. કોથમરી અને લીલું લસણથી પ્લેટ પણ ગાર્નિશ કરો.
Very nice recipes
ReplyDelete