Healthy Recipes : બ્રિંજલ ચટણી ( Dhosa Chutney ):
અહિં હું ઇડલી ઢોસા સાથે ખાઇ શકાય તેવી બ્રીંજલ ચટણીની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ ટેસ્ટી છે.
આમ તો ઘણા લોકોને બ્રિંજલ – રીંગણ ભાવતા હોતા નથી. તેથી કદાચ બ્રિંજલ ચટણીનું નામ સાંભળીને અણગમા સાથે નવાઇ પણ લાગશે. પરંતુ બ્રિંજલ ચટણી બન્યા પછી તેમાં રીંગણનો બિલકૂલ ટેસ્ટ આવતો નથી. અને અન્ય ચટણીઓ કરતા સુપર ટેસ્ટી બને છે. મેં પણ ક્યારેય બ્રિંજલ ચટણીનો ટેસ્ટ કર્યો ના હતો. બન્યા પછી મને ખૂબજ આશ્ચર્ય થયું. લાગ્યું કે આ રીંગણની ચાટણી હોય જ ના શકે.
મારી આ રેસિપિને ફોલો કરી તમે બ્રિંજલ ચટણી બનાવશો તો તમને પણ આ બાબત નો અનુભવ થશે.
એક વાર ચોક્કસથી આ ટેસ્ટી બ્રિંજલ ચટણી જરુરથી બનાવજો.
બ્રિંજલ ચટણી બનાવવા માટેની સામગ્રી :
1 ટી સ્પુન ઓઇલ
1 ટેબલ સ્પુન અડદની દાળ
3 ડ્રાય લાલ મરચા અથવા ફ્રેશ લાલ મરચાની ચટણી
5-6 કળી સૂકુ લસણ
પાણી જરુર મુજબ
રીંગણ
સોતે કરવા માટે :
1 મોટા રીંગણના નાના નાના પીસ ( remove pill)
1 ટી સ્પુન ઓઇલ
મીઠું સ્વાદ મુજબ
¼ ટી સ્પુન હળદર પાવડર
1 ટેબલ સ્પુન આમલી નો પલ્પ
1 ટેઅબ્લ સ્પુન ગોળ
જરુર મુજબ પાણી
ચટણીના સિઝનિંગ માટે:
2-3 ટેબલ સ્પુન ઓઇલ
1 ટી સ્પુન રાઇ
1 ટી સ્પુન અડદની દાળ
¼ ટી સ્પુન હિંગ
7-8 મીઠા લીમડાના પાન
બ્રિંજલ ચટણી બનાવવાની રીત :
એક પેન લઇ તેમાં 1 ટી સ્પુન ઓઇલ ગરમ
મૂકો.
ત્યારબાદ તેમાં3 ડ્રાય લાલ મરચા અથવા ફ્રેશ લાલ મરચાની ચટણી અને 5-6 કળી 5-6 કળી સૂકા લસણના ટુકડા કરીને ઉમેરો.
બરાબર મિક્ષ કરીને લસણનો કલર ચેઇંજ ના થાય ત્યાં સુધી સંતળો. ખાસ ધ્યાન રાખો કે લસણ વધારે સોતે કરવાનું નથી. ( તેમ કરવાથી તેની અરોમા પણ બદલી જશે.)
હવે ગ્રાઇંડરના જારમાં ભરી થોડું ગ્ર્રાઇંડ કરો. ત્યાર બાદ તેમાં ½ કપ જેટલું પાણી ઉમેરી ફરીથી બધું પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરી બાઊલમાં કાઢી લ્યો.
*હવે ખાલી થયેલા તેજ પેનમાં 1 ટી સ્પુન oil રીંગણ સોતે કરવા માટે ગરમ મૂકો. તેમાં રીગણના નાના પીસ કરીને ઉમેરો. હલાવીને ઓઇલ સાથે મિક્સ કરીને સોતે કરો.
સાથે¼ ટી સ્પુન હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી લ્યો. સતત હલાવતા રહો.
થોડું અધકચરું સોતે થાય એટલે તેમાં 1
ટેબલસ્પુન આંબલીનો પલ્પ ઉમેરો. સાથે 1 ટેબલ સ્પુન ગોળ ઉમેરી મિક્ષ કરી લ્યો.
(ખટાશ ઓછી કરવા માટે ½ ટેબલ સ્પુન ગોળ વધારે ઉમેરી શકાય,પરંતુ આમલીના પલ્પનું પ્રમાણ ઓછું કરશો
નહીં).
હવે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી બધું બરાબર કૂક કરી લ્યો.
કૂક થઇ જાય એટલે ફ્લૈમ પરથી ઉતારી જરા ઠંડું પડે એટલે તેને પણ ગ્રાઇંડ કરી સ્મુધ પેસ્ટ બનાવી લ્યો. જરુર પડે તો ગ્રાઇંડ કરતી વખતે થોડું વધારે પાણી ઉમેરી લ્યો. રિંગણની ચટણી જેવી સ્મુધ પેસ્ટ બનાવવાની છે.
હવે
ખાલી થયેલા પેનમાં 2 ½ ટેબલ સ્પુન ઓઇલ ચટણીના વઘાર
માટે ગરમ મૂકો. (થોડું ચડિયાતું ઓઇલ).
ગરમ
થાય એટલે તેમાં ½ -1 ટી સ્પુન રાઇ, 1 ટી સ્પુન અડદની દાળ અને 7-8 મીઠા
લીમડાના પાન ઉમેરી તતડવા દ્યો.
બરાબર તતડે એટલે તેમાં પહેલા વઘારીને ગ્રાઇંડ કરેલ લાલ મરચા વાળો વઘાર અને ગ્રાઇંડ કરેલ રીંગણ ની સ્મુધ પેસ્ટ ઉમેરી દ્યો. બન્નેને સરસથી મિક્ષ કરી લ્યો.
ચટણીની કંસિસટંસી સેટ કરવા માટે જરુર પડે તો થોડું પાણી ઉમેરો.
મિડિયમ સ્લો ફ્લૈમ પર મિશ્રણ 1-2 મિનિટ કૂક કરો. થોડું ઓઇલ છૂટું પડતું લાગે એટલે ફ્લૈમ બંધ કરીને બાઉલમાં સર્વ કરો.
તૈયાર છે ગરમાગરમ વેરી ટેસ્ટી અને યમ્મી બ્રિંજલ ચટણી ... ઢોસા અને ઇડલી સાથે સર્વ કરો. બધાને પસંદ પડશે.
આમલી અને ગોળના સ્વાદ સાથેની ખટ્ટી મીઠી બ્રીંજલ ચટણી બધાને ખૂબજ ભાવશે.
No comments:
Post a Comment