વેજીટેરિયન પીઝા મફીન્સ :
વેજીટેરિયન પીઝા
મફીન્સ બનાવવા માટેની સામગ્રી :
1 કપ મેંદો
3 ટેબલ સ્પુન ઘઊંનો
લોટ
2 ટેબલ સ્પુન રવો
¼ ટી સ્પુન સોડા બાય કાર્બ
1 ટી સ્પુન બેકિંગ
પાવડર
1 ¼ ટી સ્પુન સોલ્ટ
½ ટી સ્પુન પેપર પાવડર
1 ટેબલ સ્પુન ટોમેટો
સોસ
½ ટી સ્પુન રેડ ચીલી પાવડર અથવા રેડ ચીલી ફ્લેક્ષ
1 ટી સ્પુન મિક્ષ
હર્બ્સ
1 ક્યુબ ચીઝ + 2
ક્યુબ ચીઝ
½ કપ ઓઇલ
¼ કપ દહીં
¾ (પોણો કપ) કપ
3 ટેબલ સ્પુન બાફેલા
મકાઇના દાણા
2 ટેબલ સ્પુન
કેપ્સીકમ
3 ટેબલ સ્પુન બારીક
કાપેલા ટમેટા
2 ટેબલ સ્પુન બાફેલા
વટાણા
ટોપિંગ્સ માટે : (
બેક કરતા પહેલા ટોપિંગ્સ માટે )
થોડા કેપ્સીકમના
નાના પીસ
થોડા મકાઇના બાફેલા
દાણા
ટોમેટો સોસ અને ચીઝ
જરુર મુજબ
ગાર્નિશિંગ માટે :
ટોમેટો સોસ
ચીઝ
થોડા કેપ્સીકમના
નાના પીસ
મકાઇના બાફેલા દાણા
વેજીટેરિયન પીઝા
મફીન્સ બનાવવા માટેની સામગ્રી :
હવે બાઉલમાં ચાળેલું મિશ્રણ ફરીથી એક વખત સારી રીતે મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ બીજું એક
બાઉલ લઈ તેમાં ½ ટી સ્પુન રેડ ચીલી પાવડર અથવા રેડ ચીલી ફ્લેક્ષ
1 ટી સ્પુન મિક્ષ
હર્બ્સ, 1 ¼ ટી
સ્પુન સોલ્ટ અને ½ ટી સ્પુન પેપર પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.
હવે બીજુ એક બાઉલ લઈ તેમાં ½ કપ ઓઇલ ( કોઇ પણ કુકિંગ ઓઇલ ), ¼ કપ દહીં અને 1 ક્યુબ ચીઝ ખમણીને ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન ટોમેટો સોસ ઉમેરો.
ત્યારબાદ તેમાં ¾ (પોણો કપ) કપ મિલ્ક ધીરે ધીરે ઉમેરતા જઈ મિક્ષ
કરી લ્યો. થોડો કલર ચેંજ થાય ત્યાં સુધી બીટર વડે ફીણી મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ બનાવેલું લોટનું મિશ્રણ તેમાં થોડુંથોડું ઉમેરતા જઈ કટ ફોલ્ડ સ્ટાઇલથી બરાબર મિક્ષ કરી લ્યો. ( ફીણવાનું નથી ).
ત્યારબાદ આ બનેલા
બેટરમાં 3 ટેબલ સ્પુન બાફેલા મકાઇના દાણા, 2 ટેબલ
સ્પુન કેપ્સીકમ,
3 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટા અને 2 ટેબલ સ્પુન બાફેલા વટાણા ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
હવે ઓટીજી ઓવનને
150* ડીગ્રી પર 10 મિનિટ પ્રી હીટ કરી લ્યો.
(આ મફીંસ ફ્લૈમ પર
કડાઇમાં પણ બેક કરી શકાય છે).
એ દરમ્યાનમાં મફીન્સ
ટ્રેમાંના મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરી લ્યો. હવે તે દરેકમાં 2 મોટા ચમચા બેટર ઉમેરી
દ્યો. (વધારે ભરવું નહી. પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).
હવે તેના ઉપર થોડા કેપ્સીકમ, મકાઇના દાણા, ટામેટા સોસ, અને ચીઝ મૂકી ટોપિંગ કરો.
હવે મફીન્સ બેક કરવા
ઓવનમાં મૂકવા માટે રેડી છે.
હવે ઓવનને 18૦* પર
20 મિનિટ સેટ કરી, રેડી કરેલી મફીન્સ ટ્રે મૂકી મફીન્સ બેક કરવા
મૂકો.
20 મિનિટ પછી ટુથપીક
વડે ચેક કરી લ્યો. ક્લિન બહાર આવે તો ઓકે છે. બાકી વધારે 5 મિનિટ બેક કરો.
ત્યારબાદ મફીન્સ ટ્રે બહાર કાઢીને 10 મિનિટ ઠંડી પડવા દ્યો.
ત્યારબાદ ચપ્પુ વડે મફીન્સની સાઇડ્સ જરા અલગ કરી પછી તેમાંથી વેજીટેરિયન પીઝા મફીંસ અનમોલ્ડ કરો. ટોમેટો સોસ, ચીઝ, થોડા કેપ્સીકમના નાના પીસ અને મકાઇના બાફેલા દાણાથી ગાર્નીશ કરી લ્યો.
વેજીટેરિયન પીઝા મફીન્સ હવે નાસ્તા માટે સર્વ કરવા માટે રેડી છે. ટોમેટો સોસ અથવા ચા સાથે સર્વ કરી શકાય.
No comments:
Post a Comment