Leena's Healthy Recipes

Healthy, Tasty and Easy recipes.

label

  • ALOE VERA
  • BAKE
  • DRINK
  • FARALI
  • HEALTHY
  • LAMASA ART
  • NUTRITIOUS
  • QUICK
  • SPICY
  • SWEET
  • handy craft

Wednesday, 9 September 2020

Healthy Recipes : કેપ્સ્પિકમ સ્પાયરલ .....

 Healthy Recipes : કેપ્સ્પિકમ સ્પાયરલ :










સામાન્ય રીતે  બીજા શાકભાજીઓ જેટલી કેપ્સિકમની વાનગીઓ આપણે બનાવતા નથી. બાળકો અને મોટાઓ પણ ઘણી વખત કેપસિકમ ખાવાનું એવોઇડ કરતા હોય છે. તો આજે હું ગ્રીન કેપસિકમના સ્પાયરલ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે નાના બાળકોથી માંડીને વડીલો સુધીના બધા લોકો ચોક્કસથી ભાવશે.

કેપ્સ્પિકમ સ્પાયરલ બનાવવા માટેની સામગ્રી:

2 કપ ચોખાનો જીણો લોટ

1 ક્પ ચણાનો જીણો લોટ

2 સ્પુન અડદનો જીણો લોટ

2 સ્પુન ચોખાના પૌંઆનો પાવડર

2-3 ગ્રીન કેપ્સિકમ – સ્પાયરલ કટ કરેલા- પાતળી લામ્બી સ્ટ્રીંગમાં કાપેલા

સોર બટર મિલ્ક – જરુર મુજબ

¾ટી સ્પુન સોડા બાય કાર્બ

1ટી સ્પુન ઇનો ફ્રુટસોલ્ટ

2 ટી સ્પુન લેમન જ્યુસ

1ટી સ્પુન ક્રશ કરેલ લીલુ કે ફ્રેશ લાલ મરચુ

1ટી સ્પુન કોથમરી બારીક કાપેલી

1ટી સ્પુન આદુ ની પેસ્ટ

પિંચ ગરમ મસાલો

પિંચ હિંગ

1 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલુ લસણ

½ ટી સ્પુન લાલ મરચુ પાવડર

1ટી સ્પુન ધણાજીરું પાવડર

½ ટી સ્પુન હળદર પાવડર

1 ટી સ્પુન સુગર

સોલ્ટ જરુર મુજબ

ઓઇલ– કૂક કરવા માટે








ગાર્નિશિંગ માટે:

કોથમરી બારીક કાપેલી જરુર મુજબ

2 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલું લસણ

લાલ મરચુ પાવડર – જરુર મુજબ

કેપ્સીકમ સ્પાયરલ માટેનું બેટર બનાવવાની રીત :








એક મોટા મિક્સિંગ બાઉલમાં 2 કપ ચોખાનો જીણો લોટ,1 ક્પ ચણાનો જીણો લોટ, 2 સ્પુન અડદનો જીણો લોટ અને 2 સ્પુન ચોખાના ગ્ર્રાઇંડ કરેલા ડ્રાય પૌંઆ મિક્સ કરી લો.








હવે તેમાં હુંફાળી સોર બટર મિલ્ક ઉમેરી લચકા પડતું બેટર બનાવો. 1 ટી સ્પુન ખાંડ અને જરુર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. અને ઢાંકીને ગરમ જગ્યામાં 5-6 કલાક મૂકી રાખો.

5-6 કલાક પછી તેમાં1 ટી સ્પુન ક્રશ કરેલ લીલુ કે ફ્રેશ લાલ મરચુ,1 ટી સ્પુન કોથમરી બારીક કાપેલી, 1 ટી સ્પુન આદુની પેસ્ટ, પિંચ ગરમ મસાલો, પિંચ હિંગ,1 ટેબલ સ્પુન બારીક કાપેલુ લીલુ લસણ,½ ટી સ્પુન લાલ મરચુ પાવડર,1 ટી સ્પુન ધણાજીરું પાવડર અને ½ ટી સ્પુન હળદર પાવડરઉમેરી મિક્સ કરો.

ખમણ કરતા પણ થીક બેટર રાખો.

*જરુર પડે તો બેટરમાં બટર મિલ્ક ઉમેરો. *જરુર પડે તો ટાઇટ બેટર કરવા માટે ચોખાનો લોટ ઉમેરો. અથવાતો 5-6 કલાક પછી જ્યારે બેટરનું બાઉલ ખોલો, ત્યારે તેમાં ઉપર પાણી દેખાય તો તેને બહાર નિતારી લ્યો. જેથી બેટર થીક રહે. લોટ મિક્સ કરવો નહી પડે.

હવે તેમાં½ ટી સ્પુન સોડા બાય કાર્બ અને 1 ટી સ્પુન ઇનો ફ્રુટસોલ્ટ અને તેના પર લેમન જ્યુસ ઉમેરી, હલાવી ને બરાબર મિક્સ કરો.

બેટર સરસ ફ્લ્ફી અને આથો આવેલું દેખાશે.




















પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે કેપ્સિકમમાંથી સ્પાયરલ કાપી લ્યો.



હવે નોન સ્ટીક તવિ માં 4-5 ડ્રોપ્સ ઓઇલ મૂકી બરાબર ગરમ થાય એટલે તેમાં 2 મોટા ચમચા તૈયાર કરેલું બેટર મૂકી થોડું સ્પ્રેડ કરો( પિક્ચર માં બતાવ્યા પ્રમાણે) તેના પર સ્પાયરલ શેઇપમાં કેપસિકમની કાપેલી સ્ટ્રીંગ મૂકી દ્યો.

* જરાક જ પ્રેસ કરો. જેથી નીચે સુધી ના પહોંચે. નીચેથી બેટર પર જ રહે.








તેના પર લાલ મરચું પાવડર, કોથમરી અને લીલું લસણ સ્પ્રિંકલ કરો. તવેથાથી જરા પ્રેસ કરો. ઉપર 6-7 ડ્રોપ્સ ઓઇલ મૂકો.

હવે બીજુ ઓઇલ મૂકી નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લ્યો.








હવે પલટાવીને બીજી સાઈડ (ઉપરની સાઈડ કે જેના પર બધું સ્પ્રિંકલ કર્યુ છે જે પલટાવવાથી નીચે બાજુ આવી જાશે) પણ એજ રીતે ઓઇલ મૂકી ને કૂક કરી લ્યો.

બાકીના બેટરમાંથી આ જ પ્રમાણે બાકીના કેપ્સિકમ સ્પાયરલ બનાવી લ્યો.

હવે સર્વિંગ પ્લેટમાં મૂકો. સેંટરમાં સોસનું મોટું ડ્રોપ મૂકી ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

બધાને ખુબજ ભાવશે. કોથમરી અને લીલું લસણથી પ્લેટ પણ ગાર્નિશ કરો.

 

 






Posted by leenas recipes at 13:27 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Healthy Recipes : બ્રિંજલ ચટણી ( Dhosa Chutney )...

 Healthy Recipes :  બ્રિંજલ ચટણી ( Dhosa Chutney ):











અહિં હું ઇડલી ઢોસા સાથે ખાઇ શકાય તેવી બ્રીંજલ ચટણીની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ ટેસ્ટી છે.

આમ તો ઘણા લોકોને બ્રિંજલ – રીંગણ ભાવતા હોતા નથી. તેથી કદાચ બ્રિંજલ ચટણીનું નામ સાંભળીને અણગમા સાથે નવાઇ પણ લાગશે. પરંતુ બ્રિંજલ ચટણી બન્યા પછી તેમાં રીંગણનો બિલકૂલ ટેસ્ટ આવતો નથી. અને અન્ય ચટણીઓ કરતા સુપર ટેસ્ટી બને છે. મેં પણ ક્યારેય બ્રિંજલ ચટણીનો ટેસ્ટ કર્યો ના હતો. બન્યા પછી મને ખૂબજ આશ્ચર્ય થયું. લાગ્યું કે આ રીંગણની ચાટણી હોય જ ના શકે.

મારી આ રેસિપિને ફોલો કરી તમે બ્રિંજલ ચટણી બનાવશો તો તમને પણ આ બાબત નો અનુભવ થશે.

એક વાર ચોક્કસથી આ ટેસ્ટી બ્રિંજલ ચટણી જરુરથી બનાવજો. 

બ્રિંજલ ચટણી બનાવવા માટેની સામગ્રી :

1 ટી સ્પુન ઓઇલ

1 ટેબલ સ્પુન અડદની દાળ

3 ડ્રાય લાલ મરચા અથવા ફ્રેશ લાલ મરચાની ચટણી

5-6 કળી સૂકુ લસણ

પાણી જરુર મુજબ








રીંગણ સોતે કરવા માટે :










1 મોટા રીંગણના નાના નાના પીસ ( remove pill)

1 ટી સ્પુન ઓઇલ

મીઠું સ્વાદ મુજબ

¼ ટી સ્પુન હળદર પાવડર

1 ટેબલ સ્પુન આમલી નો પલ્પ

1 ટેઅબ્લ સ્પુન ગોળ

જરુર મુજબ પાણી

ચટણીના સિઝનિંગ માટે:

2-3 ટેબલ સ્પુન ઓઇલ

1 ટી સ્પુન રાઇ

1 ટી સ્પુન અડદની દાળ

¼ ટી સ્પુન હિંગ

7-8 મીઠા લીમડાના પાન

 બ્રિંજલ ચટણી બનાવવાની રીત :

એક પેન લઇ તેમાં 1 ટી સ્પુન ઓઇલ ગરમ મૂકો.


સ્લો ફ્લૈમ પર ઓઇલ થોડું ગરમ થાય એટલે 1 ટેબલ સ્પુન અડદની દાળ ઉમેરી જરાક જ સોતે કરો.


ત્યારબાદ તેમાં3 ડ્રાય લાલ મરચા અથવા ફ્રેશ લાલ મરચાની ચટણી અને 5-6 કળી 5-6 કળી સૂકા લસણના ટુકડા કરીને ઉમેરો.


બરાબર મિક્ષ કરીને લસણનો કલર ચેઇંજ ના થાય ત્યાં સુધી સંતળો. ખાસ ધ્યાન રાખો કે લસણ વધારે સોતે કરવાનું નથી. ( તેમ કરવાથી તેની અરોમા પણ બદલી જશે.)



હવે ગ્રાઇંડરના જારમાં ભરી થોડું ગ્ર્રાઇંડ કરો. ત્યાર બાદ તેમાં ½ કપ જેટલું પાણી  ઉમેરી ફરીથી બધું પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરી બાઊલમાં કાઢી લ્યો.





*હવે ખાલી થયેલા તેજ પેનમાં 1 ટી સ્પુન oil રીંગણ સોતે કરવા માટે ગરમ મૂકો. તેમાં રીગણના નાના પીસ કરીને ઉમેરો. હલાવીને ઓઇલ સાથે મિક્સ કરીને સોતે કરો.










સાથે¼ ટી સ્પુન હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી લ્યો. સતત હલાવતા રહો.


થોડું અધકચરું સોતે થાય એટલે તેમાં 1 ટેબલસ્પુન આંબલીનો પલ્પ ઉમેરો. સાથે 1 ટેબલ સ્પુન ગોળ ઉમેરી મિક્ષ કરી લ્યો.

(ખટાશ ઓછી કરવા માટે ½ ટેબલ સ્પુન ગોળ વધારે ઉમેરી શકાય,પરંતુ આમલીના પલ્પનું પ્રમાણ ઓછું કરશો નહીં).


હવે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી બધું બરાબર કૂક કરી લ્યો.










કૂક થઇ જાય એટલે ફ્લૈમ પરથી ઉતારી જરા ઠંડું પડે એટલે તેને પણ ગ્રાઇંડ કરી સ્મુધ પેસ્ટ બનાવી લ્યો. જરુર પડે તો ગ્રાઇંડ કરતી વખતે થોડું વધારે પાણી ઉમેરી લ્યો. રિંગણની ચટણી જેવી સ્મુધ પેસ્ટ બનાવવાની છે.


હવે ખાલી થયેલા પેનમાં 2 ½ ટેબલ સ્પુન ઓઇલ ચટણીના વઘાર માટે ગરમ મૂકો. (થોડું ચડિયાતું ઓઇલ).

ગરમ થાય એટલે તેમાં ½ -1 ટી સ્પુન રાઇ, 1 ટી સ્પુન અડદની દાળ અને 7-8 મીઠા લીમડાના પાન ઉમેરી તતડવા દ્યો.



બરાબર તતડે એટલે તેમાં પહેલા વઘારીને ગ્રાઇંડ કરેલ લાલ મરચા વાળો વઘાર અને ગ્રાઇંડ કરેલ રીંગણ ની સ્મુધ પેસ્ટ ઉમેરી દ્યો. બન્નેને સરસથી મિક્ષ કરી લ્યો.











ચટણીની કંસિસટંસી સેટ કરવા માટે જરુર પડે તો થોડું પાણી ઉમેરો. 

મિડિયમ સ્લો ફ્લૈમ પર મિશ્રણ 1-2  મિનિટ કૂક કરો. થોડું ઓઇલ છૂટું પડતું લાગે એટલે ફ્લૈમ બંધ કરીને બાઉલમાં સર્વ કરો.


તૈયાર છે ગરમાગરમ વેરી ટેસ્ટી અને યમ્મી બ્રિંજલ ચટણી ... ઢોસા અને ઇડલી સાથે સર્વ કરો. બધાને પસંદ પડશે.

આમલી અને ગોળના સ્વાદ સાથેની ખટ્ટી મીઠી બ્રીંજલ ચટણી બધાને ખૂબજ ભાવશે.













Posted by leenas recipes at 12:30 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 4 September 2020

Healthy Recipe : તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક

તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક – ગરમાગરમ બાજરીના રોટલા સાથે મોજ આવી જશે….


 શિયાળાની આ કડકડતી ઠંડીમાં બાજરીના ગરમા ગરમ રોટલા, રાયતા મરચા અને શિયાળુ પાક અડદિયા સાથે તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક અને સાથે સલાડ, પાપડ, છાશ તો ખરા જ.. આ મીની મેનુ ની મિત્રો સાથે ગ્રુપ માં બેસીને વાડીમાં ડીનર લેવાની મજા તો કંઇક ઓર જ છે.
તો મિત્રો તેના માટે આજે હું તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક બનાવવા માટેની રેસિપિ આપી રહી છું, તો ચોક્કસથી બનાવજો. મારી આ રેસિપિ કેવી લાગી એ લાઇક, શેર અને કોમેંટ કરી જણાવજો.
તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક બનાવવામાટે ની સામગ્રી :
  • 3 ટમેટા મોટા, સરસ લાલ
  • 1 થી 1 ½ કપ તીખા ગાંઠીયા
  • ¾ કપ લીલા ફ્રેશ વટાણા
  • 1 લીલું મરચું બારીક સમારેલું
  • 1 ડુંગળી બારીક સમારેલી
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન કોથમરી બારીક સમારેલી
  • 1 વઘાર કરવા માટે સૂકું લાલ મરચું
  • 1 તજ પત્તુ
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • પિંચ હિંગ
  • ½ ટી સ્પુન હળદર
  • 1 થી 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર – તમારા સ્વાદ મુજબ લેવું
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરું
  • ¾ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટેબલ સ્પુન ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક બનાવવાની રીત :






સૌ પ્રથમ બધા શાકભાજી ધોઇને કોરા કરી લ્યો.















ત્યારબાદ તેમાંથી વટાણા લઇ તેને ગરમ પાણીમાં થોડું મીઠું ઉમેરી બાફી લ્યો.








હવે બધા ટમેટાના બે ભાગ કરી ખમણીથી ખમણી લ્યો. એક બાજુ રાખી દ્યો.








પેનમાં 2 ટેબલસ્પુન ઓઇલ મૂકી ગરમ થાય એટલે ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન આખું જીરું ઉમેરો.

એ તતડે એટલે તેમાં તજ પત્તુ અને 1 લાલ સૂકું મરચું ઉમેરી સાંતળો.

એ સંતળાઇ જાય એટલે તેમાં મીઠો લીમડો, સમારેલું લીલું મરચું ઉમેરી જરા સાંતળો.

હવે તેમાં બારીક કાપેલી ડુંગળી ઉમેરો. સાંતળો.








ડુંગળી અધકચરી સંતળાઇ જાય એટલે તેમાં ખમણેલા ટમેટા,½ ટી સ્પુન હળદર, 1 ટેબલ સ્પુન ધાણાજીરું, 1 થી 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ( સ્વાદમુજબ), મીઠું અને ½ ટેબલસ્પુન ખાંડ ઉમેરી મિક્સ કરો.















ત્યારબાદ ટમેટાની ગ્રેવી મસાલા સાથે, ટમેટાની કચાશ દૂર થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

હવે તેમાં પાણીમાં બાફેલા લીલા વટાણા ઉમેરી ગ્રેવી સાથે મિક્સ કરો. તેમાં ગરમ મસાલો ઉમેરો.

3-4 મિનિટ કૂક કરો. જેથી ગરમ મસાલો અને ગ્રેવીનો તેમાં બરાબર ટેસ્ટ બેસી જાય.


તેમાં ગાંઠિયા ઉમેરવાના હોવાથી, ગ્રેવી પાતળી કરવા માટે તેમાં 1 ½ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ
કરી શાક નું મિશ્રણ થોડું થીક થાય અને એકરસ થઇ જાય ત્યાં સુધી ઉકાળો.


ઉકળતી ગ્રેવીમાં 1 કપ તીખા ગાંઠીયા ઉમેરી મિક્સ કરો. ( તમારા સ્વાદ મુજબ ગાંઠીયા વધારે ઉમેરી શકાય  છે). 

તીખા ગાંઠીયા અને લીલા વટાણાનું શાક 2-3 મિનિટ ઢાંકણ ઢાંકીને વધારે કૂક કરો જેથી ગાંઠીયા કૂક થઇને સ્મુધ થઇ જાય.








હવે ફ્લેઇમ બંધ કરી દ્યો. રેડી છે -તીખા ગાંઠીયા અને લીલા વટાણાનું શાક.








*એક સર્વિંગ બાઉલમાં તીખા ગાંઠીયા અને લીલા વટાણાનું શાકપીરસીને તેના પર કોથમરી અને થોડા તીખા ગાંઠિયા સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરો.

ગરમાગરમ રોટલા, રાયતા મરચા અને અડદિયા સાથે આ શાક ગરમા ગરમ સર્વ કરો. 

 







Posted by leenas recipes at 11:43 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Older Posts Home
Subscribe to: Posts (Atom)

Search Recipe

About Me

leenas recipes
View my complete profile

Blog Archive

  • ▼  2020 (4)
    • ▼  September (4)
      • Healthy Recipes : કેપ્સ્પિકમ સ્પાયરલ .....
      • Healthy Recipes : બ્રિંજલ ચટણી ( Dhosa Chutney )...
      • Healthy Recipe : તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક
      • Healthy Recipes : વેજીટેરિયન પીઝા મફીન્સ.....
  • ►  2019 (5)
    • ►  September (2)
    • ►  August (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2018 (3)
    • ►  December (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2017 (14)
    • ►  September (2)
    • ►  August (1)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (2)
    • ►  February (2)
    • ►  January (4)
  • ►  2016 (60)
    • ►  December (5)
    • ►  November (2)
    • ►  October (6)
    • ►  September (2)
    • ►  August (5)
    • ►  July (4)
    • ►  June (8)
    • ►  May (11)
    • ►  April (10)
    • ►  March (7)
  • ►  2015 (124)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (9)
    • ►  August (15)
    • ►  July (20)
    • ►  June (26)
    • ►  May (47)

Subscribe To Recipes

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments
Picture Window theme. Powered by Blogger.